Exit Pollsમાં AAPને જબરદસ્ત લીડ પરંતુ આમ છતાં કેજરીવાલ કેમ ગભરાયેલા છે? કારણ જાણીને ચોંકશો
આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં.
Trending Photos
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી ફરીથી શાનદાર પ્રદર્શન સાથે દિલ્હીની સત્તામાં વાપસી માટે તૈયાર છે. આપની વિકાસની રાજનીતિ ભાજપની રાષ્ટ્રવાદની રાજનીતિ પર હાવી થતી જોવા મળી રહી છે. શનિવારે દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂરી થઈ. મતદાન બાદ આવેલા એક્ઝિટ પોલના પરિણામોમાં આ સંકેત સ્પષ્ટ જોવા મળ્યાં. આમ આદમી પાર્ટી એક્ઝિટ પોલના પરિણામોથી ખુશ છે પરંતુ હજુ પણ ઈવીએમની સુરક્ષાને લઈને ચિંતિત છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે સાંજે પાર્ટીના નેતાઓની સાથે પોતાના ઘરે બેઠક યોજી. આ બેઠકમાં મનીષ સિસોદીયા, ગોપાલ રાય અને સંજય સિંહ સાથે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર પણ હાજર રહ્યાં હતાં. બેઠક પૂરી થયા બાદ સંજય સિંહે કહ્યું કે ચૂંટણી પૂરી થયા બાદ સીલ લાગ્યા પછી ઈવીએમને કંટ્રોલ રૂમમાં લઈ જવા જોઈએ. પરંતુ કેટલાક ઈવીએમ હજુ પણ અધિકારીઓ પાસે છે.
AAP's Sanjay Singh after meeting at Delhi CM Arvind Kejriwal's residence on security of EVMs: EVMs that should be taken directly to strong room after getting sealed,are still with some officers. It is an incident of Babarpur.A similar incident is being reported from Vishwas Nagar https://t.co/njPcQ8yyZS pic.twitter.com/U13rLRDa5H
— ANI (@ANI) February 8, 2020
તેમણે કહ્યું કે બદરપુર અને વિકાસનગરમાં આવા મામલા સામે આવ્યાં છે. AAP નેતા સંજય સિંહે ઈવીએમ સાથે છેડછાડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઈવીએમની રખેવાળી માટે સ્ટ્રોંગ રૂમની બહાર પાર્ટી કાર્યકરો અને MLAના રોકાવવાની વ્યવસ્થા થવી જોઈએ.
AAP leader Sanjay Singh: Therefore, arrangements must be made outside the strong room for our party workers and our MLAs, so that they can guard and make sure that EVMs are not tampered. #DelhiElections2020 pic.twitter.com/UgRFcwoT92
— ANI (@ANI) February 8, 2020
અત્રે જણાવવાનું કે દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલો/એજન્સીઓના એક્ઝિટ પોલના અનુમાન વ્યક્ત કરાયા છે. AAP ગત વખતે થયેલો ચૂંટણી મેજિક દોહરાવી નહીં શકે પરંતુ લગભગ 50 બેઠકો સરળતાથી મેળવી શકે છે તેવું એક્ઝિટ પોલના તારણોમાં બહાર આવ્યું છે. આમ આદમી પાર્ટીને 50.6 ટકા, ભાજપને 36 અને કોંગ્રેસને 9ટકા મતો મળવાની શક્યતા છે.
જુઓ LIVE TV
જેપી નડ્ડાએ દિલ્હીમાં તમામ સાંસદોની બેઠક બોલાવી
દિલ્હી વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સના પરિણામો બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ દિલ્હીના તમામ સાંસદોની એક મીટિંગ બોલાવી. રાજ્યના ભાજપના તમામ 7 સાંસદો ડો.હર્ષવર્ધન, ગૌતમ ગંભીર, મીનાક્ષી લેખી, મનોજ તિવારી, હંસરાજ હંસ, રમેશ બિધૂડી, પ્રવેશ વર્મા ભાજપના મુખ્યાલય પહોંચી ગયા છે. સૂત્રોએ જણાવ્યું કે પાર્ટીના વરિષ્ઠ નેતા વિજય ગોયલ, હરદીપ સિંહ, નિત્યાનંદ રાય અને પ્રકાશ જાવડેકર પણ હાજર રહેશે. અત્રે જણાવવાનું કે દિલ્હીમાં થયેલા મતદાન બાદ એક્ઝિટ પોલ મુજબ ભાજપ બહુમતના આંકડાથી દૂર જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે